સારો બાયોડેટા કેવી રીતે બનાવવો? 6 સરળ ટિપ્સ
સારો લગ્ન બાયોડેટા બનાવવાની 6 સરળ ટિપ્સ: સાચી અને પૂરી માહિતી, તાજો અને સ્પષ્ટ ફોટો, ચાલુ નંબર, સમયસર અપડેટ અને ઝડપી જવાબ, જે પરિવારોનો ભરોસો જીતે છે.

બાયોડેટા એ તમારી પહેલી ઓળખ છે. થોડું ધ્યાન રાખીને ભરેલો બાયોડેટા યોગ્ય પરિવારો સુધી પહોંચે છે અને વાતચીત પણ સરળ બનાવે છે.
1. સાચી માહિતી જ લખો
ઉંમર, અભ્યાસ, નોકરી કે વ્યવસાય જેવી વિગતો સાચી જ લખો. શરૂઆતથી સાચી માહિતી હશે, તો આગળની વાતચીતમાં ભરોસો બંધાશે.
2. દરેક વિગત પૂરી ભરો
અધૂરો બાયોડેટા જોઈને ઘણા પરિવારો આગળ વધતા નથી. અભ્યાસ, નોકરી, પરિવાર અને વતન જેવી વિગતો પૂરી ભરો.
3. તાજો અને સ્પષ્ટ ફોટો મૂકો
- હાલનો, સારા પ્રકાશમાં લીધેલો અને ચહેરો સ્પષ્ટ દેખાય એવો ફોટો મૂકો.
- ગ્રુપ ફોટો, ગોગલ્સવાળા કે વધારે ફિલ્ટરવાળા ફોટા ટાળો.
- ફોટો બધાને ન બતાવવો હોય, તો એપમાં ફોટો છુપાવી શકો છો.
4. ચાલુ નંબર આપો
બાયોડેટામાં આપેલો નંબર ચાલુ હોય અને ફોન ઉપાડી શકાય એવો હોય એ ધ્યાન રાખો. બાયોડેટામાં વાલીનો મોબાઇલ નંબર પણ આપી શકો છો.
5. માહિતી બદલાય તો અપડેટ કરો
નવી નોકરી, અભ્યાસ પૂરો થાય કે શહેર બદલાય, તો એપમાં તમારો બાયોડેટા અપડેટ કરો. લૉક થયેલી માહિતી બદલવા સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
6. મેસેજનો જવાબ સમયસર આપો
કોઈ પરિવાર મેસેજ કરે તો સમયસર અને નમ્રતાથી જવાબ આપો — ભલે જવાબ “ના” હોય. પસંદ ન હોય તો “અનુકૂળ નથી” કરી શકો છો.



