સલામત રીતે જીવનસાથીની શોધ: પરિવારો માટે જરૂરી સાવચેતી
પ્રજાપતિ પરિવારો માટે સલામત પાત્ર-શોધ: પહેલાં એપમાં મેસેજ, બાકીની વિગતો જાતે તપાસો, પહેલી મુલાકાત પરિવાર સાથે, પૈસા કે OTP ક્યારેય નહીં, અને શંકા લાગે તો જાણ કરો.

દરેક સભ્યનું ઓળખપત્ર ચકાસ્યા પછી જ એકાઉન્ટ ચાલુ થાય છે. છતાં, લગ્ન જેવા મોટા નિર્ણયમાં થોડી સાવચેતી હંમેશાં કામ આવે છે.
પહેલાં એપમાં મેસેજથી વાત કરો
શરૂઆતમાં નંબર આપવાને બદલે એપમાં મેસેજથી ઓળખાણ કરો. ઇચ્છો તો તમારો નંબર દેખાતો બંધ રાખી શકો છો — ત્યારે બીજા સભ્યો તમને ફક્ત એપમાં મેસેજ કરી શકશે.
બાકીની વિગતો જાતે ખાતરી કરો
ચકાસણીમાં અમે ઓળખ તપાસીએ છીએ: અટક, નામ, પિતાનું નામ અને જન્મતારીખ. અભ્યાસ, નોકરી, આવક કે પરિવાર જેવી બાકીની વિગતો વાત આગળ વધે તે પહેલાં પરિવારે જાતે ખાતરી કરવી.
પહેલી મુલાકાત પરિવાર સાથે
પહેલી મુલાકાત જાહેર જગ્યાએ અને પરિવારના સભ્યોની હાજરીમાં રાખો. મુલાકાતની જગ્યા અને સમય ઘરમાં કોઈને જણાવીને જ જાઓ.
પૈસા કે OTP ક્યારેય ન આપો
- કોઈ પણ કારણ આપીને પૈસા, ભેટ કે ઉધાર માંગે તો સાવધાન રહો.
- OTP, બેંકની વિગતો, પાસવર્ડ કે ઓળખપત્રની કોપી કોઈને ન આપો.
- અમારી ટીમ ક્યારેય પૈસા કે OTP માંગતી નથી. અમારા નામે કોઈ પેમેન્ટ માંગે, તો તરત સપોર્ટ ટીમને જાણ કરો.
ફોટો અને નંબર તમારા હાથમાં
ઇચ્છો તો બાયોડેટામાંથી ફોટો છુપાવી શકો છો. જે બાયોડેટા પસંદ ન હોય તેને “અનુકૂળ નથી” કરો — એ વ્યક્તિ તમને મેસેજ નહીં કરી શકે અને તમારો બાયોડેટા પણ નહીં જોઈ શકે.
કંઈ શંકાસ્પદ લાગે તો જણાવો
કોઈનું વર્તન કે માહિતી શંકાસ્પદ લાગે તો એપમાં સપોર્ટ ટીમને ચેટમાં લખો, અથવા ફોન કરો: +91 93272 90952.



