વારંવાર પૂછાતા પ્રશ્નો

એપ, ચકાસણી અને સંપર્ક વિશે સામાન્ય પ્રશ્નોના જવાબ.

એપ અને રજીસ્ટ્રેશન

શું રજીસ્ટ્રેશન ફ્રી છે?

હા. એપ ડાઉનલોડ કરવી અને બાયોડેટાનું રજીસ્ટ્રેશન ફ્રી છે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
  • Google Play (Android) કે App Store (iPhone) પરથી એપ ડાઉનલોડ કરો.
  • “ફ્રી રજીસ્ટ્રેશન” દબાવીને બાયોડેટાનું ફોર્મ ભરો અને મળેલા કોડથી મોબાઇલ નંબર ચકાસો.
  • એપમાં સપોર્ટ ટીમની ચેટમાં કોઈ એક ઓળખપત્રનો ફોટો મોકલો.
  • ચકાસણી પછી 48 કલાકની અંદર એકાઉન્ટ સક્રિય થશે.
iPhone માટે એપ ક્યાંથી મળશે?

iPhone માં App Store પરથી અને Android ફોનમાં Google Play પરથી એપ ડાઉનલોડ કરી શકો છો.

એપ કઈ ભાષામાં છે?

એપ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે. એપના સેટિંગ્સમાં જઈને ભાષા ગમે ત્યારે બદલી શકો છો.

ચકાસણી (વેરિફિકેશન)

ઓળખપત્ર શા માટે માંગવામાં આવે છે?

દરેક બાયોડેટા સાચી વ્યક્તિનો જ હોય એ માટે. સપોર્ટ ટીમ ઓળખપત્રમાં અટક, નામ, પિતાનું નામ અને જન્મતારીખ તપાસે છે, અને પછી જ એકાઉન્ટ ચાલુ કરે છે.

કયું ડોક્યુમેન્ટ મોકલી શકાય?

આમાંથી કોઈ એક:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)

ડોક્યુમેન્ટ રજીસ્ટર કરેલ યુવક/યુવતીનું જ હોવું જોઈએ. તમારે કયું ડોક્યુમેન્ટ મોકલવાનું છે એ એપમાં બતાવવામાં આવશે.

મારું ઓળખપત્ર બીજા લોકોને દેખાશે?

ના. ઓળખપત્ર કોઈ સભ્યને દેખાતું નથી — ફક્ત ચકાસણી માટે અમારી ટીમ તેને એક વાર જુએ છે. આધાર, પાન, લાઇસન્સ કે પાસપોર્ટ નંબર જેવી માહિતી ફોટોમાં છુપાવીને મોકલવી.

એકાઉન્ટ ક્યારે ચાલુ થશે?

ડોક્યુમેન્ટની ચકાસણી પછી સપોર્ટ ટીમ 48 કલાકની અંદર તમારું એકાઉન્ટ સક્રિય કરે છે. ત્યાર બાદ એપમાં બાયોડેટા દેખાવા લાગશે.

બાયોડેટા શોધવા અને સંપર્ક

ઇન્ડેક્સ નંબર એટલે શું?

દરેક બાયોડેટાને એક ઇન્ડેક્સ નંબર મળે છે, જેમ કે PR1234. કોઈએ તમને નંબર આપ્યો હોય, તો એપની શોધમાં એ નંબર નાખીને સીધો એ બાયોડેટા ખોલી શકો છો. શોધ ફક્ત ઇન્ડેક્સ નંબરથી થાય છે, નામ કે મોબાઇલ નંબરથી નહીં.

દિવસમાં કેટલા સંપર્ક કરી શકાય?

દિવસમાં 1 બાયોડેટાની સંપર્ક માહિતી મેળવી શકાય છે. આ મર્યાદા સભ્યોના નંબરનો દુરુપયોગ ન થાય એ માટે રાખેલી છે.

મારો ફોટો કે નંબર બધાને દેખાય એવું ન ઇચ્છતા હો તો?

તમે બાયોડેટામાંથી તમારો ફોટો છુપાવી શકો છો. નંબર દેખાતો પણ બંધ કરી શકો છો — ત્યારે બીજા સભ્યો તમને ફક્ત એપમાં મેસેજ કરી શકશે.

ન ગમતો બાયોડેટા વારંવાર દેખાય તો?

એ બાયોડેટામાં “અનુકૂળ નથી” બટન દબાવો. એ બાયોડેટા તમને ફરી નહીં દેખાય, અને એ વ્યક્તિને તમારો બાયોડેટા પણ નહીં દેખાય.

એકાઉન્ટ અને મદદ

બાયોડેટામાં માહિતી કેવી રીતે બદલવી?

એપમાં તમારા બાયોડેટામાં જઈને માહિતી બદલો અને સેવ કરો. જે માહિતી લૉક હોય તે બદલવા સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું?

એપની “મદદ” સ્ક્રીનમાંથી, અથવા વેબસાઇટના એકાઉન્ટ ડિલીટ પેજ પરથી વિનંતી કરી શકો છો.

સપોર્ટ ટીમનો સંપર્ક કેવી રીતે કરવો?

સૌથી ઝડપી રસ્તો એપમાં સપોર્ટ ટીમની ચેટ છે. ફોન: +91 93272 90952, ઇમેઇલ: [email protected]. સમય: સોમવારથી શનિવાર, સવારે 9:30 થી સાંજે 6:30.

એપ ડાઉનલોડ કરો

ફ્રી રજીસ્ટ્રેશન — ડોક્યુમેન્ટ ચકાસાયેલા બાયોડેટા.