રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ ચકાસણી: સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન
પ્રજાપતિ વિવાહ એપમાં ફ્રી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું: એપ ડાઉનલોડ કરો, બાયોડેટા ભરો, એક ઓળખપત્રનો ફોટો મોકલો અને ચકાસાયેલા બાયોડેટા જુઓ. દરેક પગલું સરળ ભાષામાં.

એપમાં રજીસ્ટ્રેશન ફ્રી છે. ફક્ત ચાર પગલાંમાં તમારો બાયોડેટા તૈયાર થઈ જશે, અને ચકાસણી પછી તમે બીજા બાયોડેટા જોઈ શકશો.
1. એપ ડાઉનલોડ કરો
Android ફોનમાં Google Play અને iPhone માં App Store પરથી એપ ડાઉનલોડ કરો.
2. ફ્રી રજીસ્ટ્રેશન કરો
એપ ખોલીને “ફ્રી રજીસ્ટ્રેશન” બટન દબાવો અને બાયોડેટાનું ફોર્મ ભરો. નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખ ઓળખપત્રમાં હોય એ જ પ્રમાણે લખો, કારણ કે ચકાસણી વખતે આ જ વિગતો મેળવવામાં આવે છે.
ત્યાર બાદ તમારા મોબાઇલ નંબર પર એક કોડ આવશે. એ કોડ નાખીને નંબર ચકાસો.
3. ઓળખપત્રનો ફોટો મોકલો
એપમાં સપોર્ટ ટીમની ચેટ ખોલો અને નીચે જમણી બાજુના કેમેરા બટનથી આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટનો ફોટો મોકલો:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
તમારે કયું ડોક્યુમેન્ટ મોકલવાનું છે એ એપમાં બતાવવામાં આવશે. ડોક્યુમેન્ટ રજીસ્ટર કરેલ યુવક/યુવતીનું જ હોવું જોઈએ.
ફોટો મોકલતાં પહેલાં ધ્યાન રાખો
- અટક, નામ, પિતાનું નામ અને જન્મતારીખ સ્પષ્ટ વંચાવાં જોઈએ.
- આધાર, પાન, લાઇસન્સ કે પાસપોર્ટ નંબર જેવી બીજી સંવેદનશીલ માહિતી ફોટોમાં છુપાવી શકો છો.
- તમારું ઓળખપત્ર બીજા કોઈ સભ્યને દેખાતું નથી — ફક્ત ચકાસણી માટે અમારી ટીમ તેને એક વાર જુએ છે.
4. એકાઉન્ટ સક્રિય થશે
ડોક્યુમેન્ટની ચકાસણી પછી સપોર્ટ ટીમ 48 કલાકની અંદર તમારું એકાઉન્ટ સક્રિય કરે છે. ત્યાર બાદ એપમાં બાયોડેટા દેખાવા લાગશે.
કોઈ મુશ્કેલી પડે તો એપમાં સપોર્ટ ટીમને ચેટમાં લખો, અથવા ફોન કરો: +91 93272 90952 (સોમવારથી શનિવાર, સવારે 9:30 થી સાંજે 6:30).



